કામધેનુ યુનિવર્સિટીગાંધીનગર, ગુજરાત

... પશુ ચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ માટે 

કુલપતિશ્રીનો સંદેશ | કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત)

કુલપતિશ્રીનો સંદેશ


 

 

 

  • હું ગૌરવ અનુભવું છું કે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરનું નેતૃત્વ કરવાની મને સુવર્ણ તક મળી છે.
  •  
  • પશુચિકિત્સા અને પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે હું કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ૨૬મી ઑક્ટોબર, ૨૦૧૮ ના રોજ જોડાયો છું. પશુપાલન ક્ષેત્રની સાથે મત્સ્યઉદ્યોગ પણ ખેડૂતો માટે ફળદાયી રહ્યો છે. પશુપાલન, પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગના ક્ષેત્રમાં ટકાઉ વિકાસ માટે નક્કર પગલાઓ થકી આપણા માનનીય વડા પ્રધાનશ્રીની  ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સંકલ્પના ને સાકાર કરવી એ મારી નૈતિક જવાબદારી છે.
  •  
  • હું ખેડૂતોના કૌશલ્ય કેન્દ્રિત વિકાસ માટે જ્ઞાન વધારવા, જરૂરિયાત આધારિત સંશોધન અને વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા માંગુ છું.  આ માટે અમે વૈજ્ઞાનિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને સાનુકુળ વાતાવરણ વિકસાવવા તત્પર છીએ. જેથી નીતિશાસ્ત્ર અને મૂલ્યોના પાયા પર સંબંધિત ઉદ્યોગ સાહસિક કુશળતા સાથે અમારા વિદ્યાર્થીઓ વૈશ્વિક વ્યાવસાયિકો તરીકે ઉભરે અને તેઓ નોકરી શોધનારાઓને બદલે નોકરી આપનારા બની રહે.
  •  
  • કામધેનુ યુનિવર્સિટી, મુખ્ય મથક ગાંધીનગર તથા પશુપાલન પોલીટેકનીક, રાજપુર (નવા),હિંમતનગર અને ડેરી વિજ્ઞાન કોલેજ, અમરેલી ખાતેના કેમ્પસમાં કાર્યરત છે.જેના દ્વારા અમો વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખેડૂતો, સાહસિકો અને પશુપાલકો ચહેરા પર સ્મિત લાવવાનો અવિરત પ્રયાસ કરી રહ્યા છીએ.
  •  
  • કામધેનુ યુનિવર્સિટીના ડીઝીટલ પોર્ટલમાં આપનું સ્વાગત છે.

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, બ્લોક -੧, બી੧-વિંગ, ૪થો માળ, સેક્ટર -੧0-એ, જી. ગાંધીનગર -૩૮૨୦૧୦ ગુજરાત, ભારત

અમને સ્થિત | સંપર્ક