કામધેનુ યુનિવર્સિટીગાંધીનગર, ગુજરાત

... પશુ ચિકિત્સા, ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ માટે 

Library | કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર (ગુજરાત)
HomeLibrary

Library


 

 

 

 

યુનિવર્સિટી ગ્રંથાલય

                કામધેનું યુનિવર્સિટી ગ્રંથાલયની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં ડીપ્લોમાં, ડિગ્રી તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ છે. વર્તમાનમાં, ગ્રંથાલય પશુચિકિત્સા તથા પશુપાલન, ડેરી વિજ્ઞાન તથા ડેરી ટેકનોલોજી અને ફિશરીઝ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, સંશોધકો તથા અધ્યાપકોને માહિતી સેવાઓ પૂરી પાડી રહ્યું છે.

કામધેનું યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ગ્રંથાલયની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી હતી. મુખ્યત્વે કા.યુ. ગાંધીનગર ગ્રંથાલય વેટરનરી, પશુપાલન તથા પશુ વિજ્ઞાનડેરી વિજ્ઞાનમત્સ્ય વિજ્ઞાન/એકવાકલ્ચર અને સંલગ્ન વિષયોનાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ માટેની માહિતી સેવાઓ પૂરી પાડે છે.

ગ્રંથાલયમાં પુસ્તકોસામયિકો, રિસર્ચ જર્નલ તથા તેનાં બેક-વોલ્યુમો, રિપોર્ટ, દૈનિક સમાચાર પત્રો વિગેરેનો સંગ્રહ ઉપલબ્ધ છે. યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા અનુસ્નાતક વિદ્યાર્થીઓ નાં સંશોધન માટે J-Gate ઈ-જર્નલ પોર્ટલની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. ગ્રંથાલયનું ઓટોમેશન KOHA સૉફ્ટવેર દ્વારા કરવામાં આવે છે. કામધેનું યુનિવર્સિટી ગાંધીનગર ખાતે નાં સંગ્રહ તેનાં Web OPAC નીચે મુજબની લીંક પર ઉપલબ્ધ છે.

KAMDHENU UNIVERSITY WEB OPAC URL:  http://kamdhenu.bestbookbuddies.com/

આ ઉપરાંત, કામધેનું યુનિવર્સિટીની કોલેજ ઓફ ડેરી સાયન્સ જેની સ્થાપના વર્ષ ૨૦૧૦ માં અમરેલી ખાતે કરવામાં આવી હતી, ત્યાંનાં કોલેજ ગ્રંથાલયમાં ડેરી વિજ્ઞાન, ડેરી ટેકનોલોજી સંબંધિત પુસ્તકો અને અન્ય સંસાધનો વિકાસાવવામાં આવેલ છે. કોલેજ ઓફ ડેરી સાયન્સ ગ્રંથાલય, ડેરી વિજ્ઞાન તથા ડેરી ટેકનોલોજીનાં પુર્વાસ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ માટે ગ્રંથાલય સેવાઓ પુરી પાડે છે તથા પુસ્તકોસામયિકોરિસર્ચ જર્નલ અને દૈનિક સમાચારપત્રોનો સંગ્રહ કરે છે. કોલેજ માં J-Gate ઇ-જર્નલ પોર્ટલની સેવાઓ પણ અનુસ્નાતક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ગ્રંથાલયનું ઓટોમેશન KOHA સૉફ્ટવેર દ્વારા કરવામાં આવે છે.

કામધેનું યુનિવર્સિટીની પશુપાલન પોલીટેકનિક વર્ષ ૨૦૧૧માં રાજપુર (નવા)હિંમતનગર ખાતે સ્થપાઈ હતી. પોલીટેકનિકનાં ગ્રંથાલયમાં પુર્વસ્નાતક વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ માટે વેટરનરી તથા પશુ વિજ્ઞાન સંબંધિત પુસ્તકો તથા અન્ય સંસાધનો વિકાસાવવામાં આવેલ છે. પોલિટેકનિકના ગ્રંથાલયમાં દૈનિક સમાચારપત્રો તથા સામયિકોનો પણ સંગ્રહ ઉપલબ્ધ છે. ગ્રંથાલય નું ઓટોમેશન SOUL 2.0 દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય ઈ-રિસોર્સ:

કૃષિકોષ:

ICAR સંસ્થાઓ અને SAUs ની માસ્ટર તથા પી. એચ. ડી થિસીસની સંસ્થાકીય રિપોઝીટરી

KRISHIKOSH URL:  http://krishikosh.egranth.ac.in/

J-Gate:

ઈ-જર્નલ્સ પોર્ટલ J-Gate એગ્રીકલ્ચર એન્ડ બાયોલોજિકલ સાયન્સ વિષય નાં 3000 થી વધુ ઇ-જર્નલ્સનો ઍક્સેસ આપે છે. પોર્ટલ કમ ડેટાબેઝ માં જર્નલ સંગ્રહ ૨૦૦૧ પછીથી શામેલ છે અને નિયમિત અપડેટ કરવામાં આવે છે. કેટલાક જર્નલ ૧૯૯૬ થી આર્કાઇવ થયેલ છે.

J-Gate: URL:  http://jgateplus.com/search/login/

નેશનલ ડિજિટલ લાઇબ્રેરી (NDL):

કામધેનુ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ઉપક્રમ નેશનલ ડિજિટલ લાયબ્રેરી (NDL) પોર્ટલના પણ સભ્ય છે.

NDL URL: http://ndl.iitkgp.ac.in/

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત

કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, બ્લોક -੧, બી੧-વિંગ, ૪થો માળ, સેક્ટર -੧0-એ, જી. ગાંધીનગર -૩૮૨୦૧୦ ગુજરાત, ભારત

અમને સ્થિત | સંપર્ક